અરવિંદ કેજરીવાલે Delhi Corona એપ લોન્ચ કરી, જે જણાવશે કે કઈ હોસ્પિટલમાં બેડ ખાલી છે

હાલ દિલ્હીમાં 302 વેન્ટિલેટર છે. જેમા 210 ખાલી છે 1031 નંબરની હેલ્પલાઈન ઉપર ફોન કરવાથી SMS દ્વારા જાણકારી મોકલવામાં આવશે દિલ્હીની હોસ્પિટલમાં 2600 દર્દીઓ છે, લગભગ 4100 બેડ ખાલી છે નવી દિલ્હી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફ્રેન્સ કરી રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને વાત કરી હતી.આ દરમિયાન તેમણે જણાવ્યું હતું […]

CIIના કાર્યક્રમમાં વડા પ્રધાન / મોદીએ અર્થવ્યવસ્થા પર કહ્યું – વિકાસ ચોક્કસપણે પાછો આવશે, મેડ ઇન ઈન્ડિયા અને મેડ ફોર ફોરેન હવે દેશની જરૂરિયાત છે

મોદીએ કહ્યું- જો હું સંકટ સમયે આવા આત્મવિશ્વાસ સાથે વાત કરી શકું છું તો તેનું કારણ દેશની પ્રતિભા અને ટેક્નોલોજી છે કોરોના સમયગાળામાં 4 કરોડ લોકોને રેશન આપવામાં આવ્યું છે, ગરીબોને રૂ. 53 હજાર કરોડથી વધુની આર્થિક સહાય કરી

આસામમાં આફત / બરાક વેલીના કરીમગંજ, સિલ્ચર અને હૈલાકાંડીમાં લેન્ડસ્લાઈડથી 8 બાળકો સહિત 20 લોકોના મોત, 11ની લાશ મળી

સિલ્ચર. આસામના કરીમગંજ, સિલ્ચર અને હિલાકાંડીમાં મંગળવારે લેન્ડસ્લાઈડ થયું. આ દુર્ઘટનામાં 20 લોકોના મોત થઈ ગયા છે. તેમાં આઠ બાળકો પણ સામેલ છે. 11 લોકોની અત્યાર સુધી લાશ મળી છે. 6 લોકોના મોત હિલાકાંડી અને 5 લોકોના મોત કરીમગંજમાં થયા છે. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનવાલે કહ્યું છે કે, જિલ્લા પ્રશાસન અને […]

‘અનલોક 1’: શેરબજારમાં તેજી યથાવત, સેન્સેક્સ 236 અંક ઉછળ્યો, નિફ્ટી 9,850 ઉપર ખુલ્યો

કોરોના મહામારીના કારણે છેલ્લા 2 મહિનાથી વધુ સમયથી દેશમાં લોકડાઉન હતું. ત્યારે હવે કોરોના સંક્રમણની સ્થિતિમાંથી દેશ ધીમે-ધીમે બહાર આવી રહ્યું છે અને દેશ અનલોકના પહેલા તબક્કામાં છે. ‘અનલોક 1’ હેઠળ સરકાર દ્વારા છૂટછાટમાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે ઠપ્પ જનજીવનને હળવી ગતિ મળી છે. આ કારણે ઘરેલુ શેરબજારને […]

હજારોની સંખ્યામાં સેનાના જવાનોને ઉતારવાનો નિર્ણય ટ્રમ્પે કહ્યું કે મેં આ દેશના કાયદાને સૌથી ઉપર રાખવાની શપથ લીધા હતા અને હું હવે બિલકુલ એ જ કરીશ. તેમણે કહ્યું કે રવિવાર રાત્રે વોશિંગ્ટન ડીસીમાં જે કંઇ થઇ થયું તે ખૂબ જ ખોટું છે. હું હજારોની સંખ્યામાં હથિયારોથી લેસ સેનાના જવાનોને ઉતારવા જઇ રહ્યો છું. તેમનું કામ તોફાનો, આગચંપી, લૂંટ અને માસૂમ લોકો પર હુમલાની ઘટનાઓ પર લગામ લગાવશે. હિંસાનો શિકાર બન્યા માસૂમ લોકો, રાષ્ટ્રપતિ તરીકે હું અધિકારોની રક્ષા કરીશ ટ્રમ્પે રાજ્યોને કહ્યું કે તેઓ પોતાના નાગરિકોની રક્ષા કરવામાં કોઇ કસર છોડશે નહીં. તેમણે કહ્યું કે જો કોઇ રાજ્ય કે શહેર પોતાના નાગરિકો અને તેમની સંપત્તિની રક્ષા કરવાની ના પાડે છે તો હું અમેરિકન ફૌજની ત્યાં તૈનાતી કરી તેમનું કામ તરત સરળ કરી દઇશ. ટ્રમ્પે કહ્યું કે જ્યોર્જના મોતથી લોકો ખૂબ દુ:ખી છે અને ઉપદ્રવીઓને આગળ શાંતિપૂર્વક પ્રદર્શન કરનાર લોકોના વિરોધને નજરઅંદાજ થવા દેશે નહીં. તેમણે કહ્યું કે હિંસાનો સૌથી વધુ શિકાર માસૂમ અને શાંતિપ્રિય લોકો બન્યા છે અને રાષ્ટ્રપતિ હોવાના નાતે હું અધિકારોની રક્ષા કરીશ. આ છે આખો મામલો વાત એમ છે કે ગઇ 25મી મેના રોજ 20 ડોલરની નકલી નોટ ઉપયોગ કરવાના આરોપમાં અશ્વેત અમેરિકન જ્યોર્જ ફ્લોઇડને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. ઘટનાના કેટલાંય વીડિયો સામે આવ્યા તેમાં એક પોલીસકર્મી 7 મિનિટ સુધી જ્યોર્જના ગળા પર ઘૂંટણ રાખીને દેખાય છે. જ્યોર્જ કહેતા-કહેતા બેભાન થઇ ગયો કે હું શ્વાસ લઇ શકતો નથી. પરંતુ આરોપી પોલીસ ઓફિસર ડેરેક શૉવિનને દયા આવતી નથી. જ્યોર્જના મોત બાદ લોકો પોલીસના આ રંગભેદી અત્યાચારની વિરૂદ્ધ રસ્તા પર ઉતર્યા છે. જો કે વિરોધ પ્રદર્શનની આડમાં કેટલીય જગ્યાએ હિંસા, આગચંપી, દુકાનોમાં તોડફોડ અને લૂંટફાટની ઘટનાઓ પણ સામે આવી છે. છેલ્લાં બે દિવસથી વિરોધ પ્રદર્શન રાજધાની વોશિંગ્ટન સુધી પહોંચી ગયું અને વ્હાઇટ હાઉસને બંધ કરવાની નોબત આવી.

  । ન્યૂયોર્ક । વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંક હજી કૂદકે અને ભૂસકે વધી રહ્યો છે. વિશ્વમાં અત્યારસુધીમાં કોવિડ-૧૯ સંક્રમણના કુલ ૬૨,૯૭,૪૧૦ કેસ નોંધાઇ ચુક્યા છે. વિશ્વમાં કોરોના કુલ ૩,૭૪,૪૫૪ લોકોને ભરખી ચુક્યો છે. જોકે ૨૮,૬૫,૨૭૧ લોકો સારવારને અંતે સાજા થઇને ડિસ્ચાર્જ થયા હોવાના સારા સામચાર પણ છે. તેમ છતાં કુલ […]

અમેરિકામાં હિંસા-તોફાન બેકાબૂ, ટ્રમ્પે હથિયાર બંધ સેના ઉતારવાની કરી જાહેરાત

અશ્વેત અમેરિકન જ્યોર્જ ફ્લોયડનું પોલીસ કસ્ટડીમાં મોત બાદથી અમેરિકા સળગી રહ્યું છે. કેટલાંય મોટા શહેરોમાં લૂંટફાટ, તોફાનો અને આગચંપીના સમાચાર સામે આવી રહ્યા છે. હિંસાની આગ રાજધાની વોશિંગ્ટન ડીસી અને વ્હાઇટ હાઉસ સુધી પહોંચી ચૂકી છે. સ્થિતિ બેકાબૂ થતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન મિલિટ્રીને ઉતારવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ […]

સિવિલમાં દર્દી સવારથી સાંજ જમણા પડખે સૂતો રહ્યો’ને 24 કલાક પછી મોતની ખબર, લાશોના ઢગલા જોયા, વીડિયો ઉતારવા ન દીધો

  શહેરના દૂધેશ્વર વિસ્તારમાં રહેતાં સેન્ટ્રલ જેલના નિવૃત્ત મહિલા કર્મચારી નૂરબીબી મલેકનું પહેલી જૂનના સોમવારે સવારે સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. તેમને કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં રખાયા હતા. તબીયત ખરાબ થતાં શનિવારે સવારે તેમને દાખલ કરાયા હતા. દર્દીના સગા સોમવારે સવારે વીડિયો કોલિંગ પર વાત કરવા સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા, […]

નવી ગાઈડલાઈન પ્રમાણે જાણો હવેથી જેલના કેદીઓ બીમાર સંબંધીઓ સાથે કેટલું વીડિયો કોલિંગ કરી શકશે

કેટલાક કેસોમાં તેમના બીમાર સંબંધીઓને જોવા માંગતા કેદીઓને હાઈકોર્ટે અસ્થાયી જામીન આપવાંનો ઇનકાર કર્યો છે. કોર્ટે ડર વ્યક્ત કર્યો હતો કે બીમાર સબંધીઓના સ્વાસ્થ્યની ચિંતા કરતા કેદીઓ પણ કોવિડ -૧૯ માંદા લોકો સુધી લઇ જઇ શકે છે. હાઈકોર્ટે તેના બદલે કેદીઓને વિડીયો કોંફ્રન્સ દ્વારા તેમના સંબંધીઓ સાથે વાત કરીને સંતોષ […]

ભારતમાં કોરોના વાયરસ ‘હાંફી’ ગયો! , ટૂંક સમયમાં મળશે ગુડ ન્યૂઝ

કોરોના મહામારીની વિરૂદ્ધ દેશમાં જંગ છેડાઇ છે. આ જીવલેણ વાયરસને માત આપવા માટે દરેક રાજ્યએ મોટી તૈયારી કરી રાખી છે. ખૂબ જ સંક્રમણ હોવાના લીધે આ બીમારીની ઝપટમાં આવનારા લોકોની સંખ્યા તો દરરોજ વધી રહી છે પરંતુ સારી વાત એ છે કે કોવિડ-19થઈ દેશમાં મોતનો આંકડો ઘટી રહ્યો છે અને […]

કોરોના પર વડાપ્રધાન / મોદીએ કહ્યું- આપણો દુશ્મન દેખાતો નથી;અદ્રશ્ય સાથે લડાઈમાં કોરોના વોરિયર્સ અડગ છે, આપણી જીત નક્કી છે

મોદીએ સોમવારે કર્ણાટકના રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના સિલ્વર જૂબલી કાર્યક્રમનું વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ધાટન વડાપ્રધાને કહ્યું કે, કોરોનાની લડાઈમાં લાગેલા ફ્રન્ટલાઈન વર્કર્સ સાથે અભદ્ર વર્તન અને હિંસા ક્યારે ચલાવી લેવાશે નહીં. નવી દિલ્હી.  વડાપ્રધાન મોદી સોમવારે કર્ણાટકના રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના સિલ્વર જુબલી કાર્યક્રમનું વીડિયો કોન્ફરન્સ દ્વારા […]